ભરૂચના વાલિયામાં બન્યો હતો બનાવ
શિક્ષક દંપત્તીની કરાય હતી હત્યા
પોલીસે જમાઈની કરી હતી ધરપકડ
આરોપીને કોર્ટેમાં રજૂ કરાયો
કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા
ભરૂચના વાલીયામાં શિક્ષક સાસુ-સસરાની હત્યા કરનાર જમાઈના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સાસુ-સસરાના ઘરમાં લૂંટના ગુનાને અંજામ આપી ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હતી
ભરૂચના વાલિયામાં આવેલી ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતિ જીતેન્દ્રસિંહ બોરાદરા અને તેમના પત્ની લતાબેન બોડાદરાનો તારીખ પાંચમી માર્ચના રોજ રાત્રિના સમયે લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસે આ મામલામાં મૃતક જીતેન્દ્રસિંહ બોરાદરાના જમાઈ અને તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ડ્રીમ હોમમાં રહેતા વિવેક રાજેન્દ્રકુમાર દુબેની ધરપકડ કરી હતી.
જમાઈ વિવેક દુબેને બેંક લોન તેમજ વ્યાજે લીધેલા નાણા અને શેર માર્કેટમાં 30 થી 35 લાખ રૂપિયાનું દેવું થઈ જતા આર્થિક રીતે સધ્ધર સસરાના ઘરમાં લૂંટ અને હત્યાના ગુનાને અંજામ આપવા કાવતરું રચ્યું હતું જેના ભાગરૂપે તે કાર લઇ ગાંધીનગરથી વાલીયા આવ્યો હતો અને ઘરમાં ઘૂસી અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ કરી સાસુ અને સસરાની ઠંડા કલેજે હત્યા કરી હતી.પોલીસે આજે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.જો કે કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હત્યાના ગુનામાં વપરાયેલ હથિયાર તેમજ તેણે પહેરેલા કપડા રિકવર કરવાના બાકી છે.આ ઉપરાંત લૂંટમાં ગયેલ કેટલોક સામાન પણ હજુ રિકવર કરવાનો બાકી હોવાથી પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી.આ ઉપરાંત હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ તે ક્યાં ક્યાં ગયો હતો તે સહિતના મુદ્દે પોલીસે રીમાન્ડની માંગણી કરી હતી ત્યારે કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.