ભરૂચ: સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે NDPS એકટના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરી તથા  એ.એચ.છૈયાએ ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી તેમજ નાસતા ફરતા આરોપી પકડી પાડવા

New Update
b
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરી તથા  એ.એચ.છૈયાએ ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી તેમજ નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના આપી હતી જે અંતર્ગત તારીખ તા.૦૩/૦૧/૨૦૨૩ના રોજ ઝાડેશ્વર ચોકડી સર્વિસ રોડ પાસેથી માદક પદાર્થનું વજન.૧૩૩૪.૧૫૦ કિગ્રા કિ.રૂ. ૧,૩૩,૪૧,૫૦૦/- તથા અન્ય મળી કુલ કિ.રૂ. ૧.૫૩,૭૧,૦૦૦/- નો મુદ્દામાલ એસ.ઓ.જી. ભરૂચ દ્વારા પકડી ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો.
આ ગુનામાં સંડોવાયેલ આરોપી જીત બહાદુર સીંગ ઉર્ફે ઠાકોર સુર્યનારાયણ સીંગ હાલ રહે. સુરત, મુળ રહે.યુ.પી.નો લાંબા સમયથી અલગ અલગ રાજયોમાં છુપાઇ પોલીસ ધરપકડથી બચવા નાસતો ફરતો હોય જેથી એસ.ઓ.જી.ભરૂચ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સથી આરોપીની ધરપકડ કરી તેને સી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.આરોપી જીત બહાદુર સીંગ ઉર્ફે ઠાકોર સુર્યનારાયણ સીંગ સુરત ખાતે રહેતો હોવાથી યુ.પી.થી માદક પદાર્થનો જથ્થો મંગાવી સુરત ખાતે ગેરકાયદેસર વેચાણ કરતો હતો.
Advertisment
Advertisment
Latest Stories