ભરૂચ: નૂતન વર્ષ નિમિત્તે દેવળોમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન,ખ્રિસ્તી સમાજના સભ્યો જોડાયા

ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના સભ્યો દ્વારા આજરોજ નુતન વર્ષના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ નિમિત્તે દેવળોમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન

  • નવા વર્ષ નિમિત્તે આયોજન

  • દેવળોમાં વિશેષ પ્રાર્થના સભા યોજાય

  • એક મેકને નવા વર્ષની શુભકામના પાઠવાય

  • મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના સભ્યો જોડાયા

ભરૂચ જિલ્લામાં નવા વર્ષના સ્વાગત માટે ખ્રિસ્તી સમાજ દ્વારા વિવિધ ચર્ચોમાં પ્રાર્થના તથા ભક્તિ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.મેથોડિસ્ટ, સી.એન.આઈ. અને કેથોલિક ચર્ચ સહિતના ચર્ચોમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના ભાઈ-બહેનો જોડાયા હતા.પ્રાર્થના સભાઓ દરમિયાન આવનારું નવું વર્ષ તમામ માટે સુખદ, તંદુરસ્ત અને શાંતિપૂર્ણ બને તેમજ સમગ્ર સમાજ અને વિશ્વમાં ભાઈચારો અને એકતા રહે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. 
ભક્તિ સભા પૂર્ણ થયા બાદ ખ્રિસ્તી સમાજના લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.આ તરફ, રાત્રિના 12 વાગ્યાના ટકોરે ભરૂચવાસીઓએ ફટાકડા ફોડી નવા વર્ષનું સ્વાગત કર્યું હતું,જ્યારે સોશિયલ મીડિયા માધ્યમોથી પણ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
Latest Stories