ભરૂચ: રાજયકક્ષાના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે હાંસોટના વમલેશ્વરમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે નિર્માણ પામેલ જે.ટી.નું કરાશે લોકાર્પણ

ભરૂચના હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે નર્મદા પરીક્રમાવાસીઓની તકલીફોને ધ્યાને લઇ રાજ્ય સરકાર નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અનુદાનમાંથી

New Update
IMG-20250327-WA0148
ભરૂચના હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે નર્મદા પરીક્રમાવાસીઓની તકલીફોને ધ્યાને લઇ રાજ્ય સરકાર નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અનુદાનમાંથી ગુજરાત મેરીટાઈન બોર્ડ  દ્વારા  ૨૧.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત જેટીનું લોકાર્પણ ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી 
Advertisment
કુંવજી હળપતિના હસ્તે તા.૨૮મી માર્ચ ૨૦૨૫ના રોજ કરવામાં આવશે.પરિક્રમાવાસીઓ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ પ્રાથમિક સુવિધા વિકસાવવા અંગે ટૂંકા ગાળાના આયોજન રૂપે તા.૨૧/૧૨/૨૦૨૪ થી તા.૦૬/૦૫/૨૦૨૫ સુધી પણ વિવિધ ટેમ્પરરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ પ્રસંગે નર્મદા પરિક્રમા સંત સમિતિના  ગિરીશાનંદસ્વામી, નર્મદા પરિક્રમા સંત સમિતિ
જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ,  ડી.કે. સ્વામી,  અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી,  રીતેશ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
Advertisment
Latest Stories