New Update
/connect-gujarat/media/media_files/2025/11/18/state-level-mock-drill-2025-11-18-18-19-40.jpg)
ઈમરજન્સીના સમયે આવી પડેલી આપદાના સમયે ત્વરિત રાહત અને બચાવની કામગીરી કરી શકાય તેવા આશયથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા જિલ્લા ક્રાઈસીસ ગ્રુપના સંયુકત ઉપક્રમે આગામી તા.૨૧/૧૧/૨૦૨૫ના રોજ શુક્રવારે સવારે ૮.૩૦ ONGC દહેજ અને LNG PETRONET દહેજ ખાતે ભુકંપથી ઓઈલ લિકેજના કારણે આગ લાગવા અંગેની રાજયકક્ષાની મોક ડ્રીલ યોજાશે.
આ મોકડ્રીલના આયોજન અંગે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ટેબલ ટોપ મોક એક્સરસાઈઝ બેઠક મળી હતી.જેમાં રાજયકક્ષાએ તથા દિલ્હી ખાતેથી એન.ડી.એમ.એ.ના ઉચ્ચ અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે એક્સરસાઈઝ અંગે વિવિધ સૂચનો કરી થયેલી તૈયારીઓ અંગે સમિક્ષા કરી હતી.એન.આર.ધાધલ, એસ.ડી.આર.એફ, પોર્ટ ઓફિસર, ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી નિયામક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા દહેજ સ્થિત કંપનીઓના ફાયર ઓફિસરો, ડિઝાસ્ટર શાખા તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories