ભરૂચ : GTU પરીક્ષામાં નિયત સમય કરતા મોડા આવતા પરીક્ષાર્થીઓને વર્ગખંડમાં બેસવા ન દેતા વિદ્યાર્થીઓમાં રોષ

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષામાં બહારથી આવતા પરીક્ષાર્થીઓને કડવો અનુભવ થયો વિદ્યાર્થીઓ સમય કરતા મોડા આવતા વર્ગમાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા

New Update
  • GTU પરીક્ષામાં પ્રવેશનો મામલો

  • કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન મળ્યો પ્રવેશ

  • ટ્રેન મોડી પડતા વિદ્યાર્થીઓ પરીક્ષાથી રહ્યા વંચિત

  • વિદ્યાર્થીઓ કોલેજની તુમાખીથી રોષે ભરાયા

  • GTUના નિયમ મુજબ કરી કાર્યવાહી,ઇન્ચા.પ્રિન્સિપાલ 

ભરૂચ કે જે પોલીટેકનિક સંકુલ ખાતે આયોજિત ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષામાં બહારથી આવતા પરીક્ષાર્થીઓને કડવો અનુભવ થયો હતો,વિદ્યાર્થીઓ સમય કરતા મોડા આવતા વર્ગમાં પ્રવેશ ન મળતા પરીક્ષાથીઓ રોષે ભરાયા હતા.

 ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી ( GTU )ની હાલમાં પરીક્ષા ચાલી રહી છે,ભરૂચની કે જે પોલીટેકનિક ખાતે પણ GTUની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.જોકે આ પરીક્ષા દરમિયાન બહારથી એટલે કે ટ્રેન મારફતે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં કડવો અનુભવ થયો છે.

ટ્રેન મોડી પડતા કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષાનાં નિયત સમયમર્યાદા બાદ કે જે પોલીટેકનિકના પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા,પરંતુ તેઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો,જેના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા.વિદ્યાર્થીઓએ રોષપૂર્વક જણાવ્યું હતુ કે પરીક્ષાના સમય કરતા માત્ર પાંચ મિનિટ તેઓ મોડા આવ્યા હતા,પરંતુ તેમ છતાં તેઓની કોઈ રજૂઆત સાંભળવામાં આવી નહોતી,જોકે કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા હોવાનાં આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યા હતા.

પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓના પ્રવેશ સંબંધિત વિવાદ અંગે કે જે પોલીટેકનિકના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ એસ એમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે GTUની પરીક્ષા દરમિયાન સમય અવધિ કરતા જે પરીક્ષાર્થી મોડા આવ્યા છે,તેમને GTUના નીતિનિયમ મુજબ જ પ્રવેશ આપવામાં આવ્યો નથી.અને આ પરીક્ષામાં માત્ર તેઓની ગેરહાજરી થશે પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર કોઈ અસર થશે નહિ તેવો બચવા તેઓએ કર્યો હતો.

Latest Stories