ભરૂચ: સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત 4 સ્થળોએ યોજાયેલ સમર યોગ કેમ્પની પુર્ણાહુતી કરાય

સમર યોગ કેમ્પમાં ૭ થી ૧૫ વર્ષના બાળકોએ લાભ લીધો હતો. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવે એ ઉદેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

New Update
સમર યોગ કેમ્પ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીના નેતૃત્વ અને દક્ષિણ ગુજરાત ઝોનના કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ ભરૂચ ખાતે ‘‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ અટકાવી શકાય તે માટે ભરૂચ જિલ્લાના વિવિધ સ્થળોએએ યોગા ટિચર ભાવિની ઠાકરની આગેવાનીમાં સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 
સમર યોગ કેમ્પ
આ સમર યોગ કેમ્પમાં ૭ થી ૧૫ વર્ષના બાળકોએ લાભ લીધો હતો. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવે એ ઉદેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન યોગાસન, ધ્યાન, પ્રાણાયામ, મંત્રો અંગે તાલીમ આપવામાં આવી હતી તેમજ સંગીત, જુની રમતો, વિવિધ સ્પર્ધાઓ અને સેલ્ફ ડિફેન્સ જેવી વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ  જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને દક્ષેશભાઈ પંચોલીના હસ્તે સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Latest Stories