ભરૂચ : સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન દ્વારા ભવ્ય સંગીત કાર્યક્રમ સ્વર યાત્રાનું આયોજન કરાયું

સંગીત સંધ્યા સ્વર યાત્રાનું કરાયું આયોજન, શાસ્ત્રીય સંગીતના પ્રચાર અને પ્રસારનો પ્રયાસ, શાસ્ત્રીય સંગીતના કલાકારોએ કરી સુંદર પ્રસ્તુતિ, સંગીત પ્રેમીઓ થયા મંત્રમુગ્ધ.

New Update

ભરૂચના રોટરી હોલ ખાતે સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન દ્વારા વિશિષ્ટ સંગીત સંધ્યા સ્વર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી સુગમ સંગીત અને ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા કલાકાર રવિન નાયક અને ભારતના પ્રખ્યાત હાર્મોનિયમ વાદક તન્મય દેવચકે રાગ-દારી સંગીતની પ્રસ્તુતિ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

Advertisment

ભરૂચના આકાર સુરતી અને ડો.પલક કાપડિયા સ્થાપિત સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન, એક પ્રતિષ્ઠિત સંસ્થા છે, જે ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રચાર અને પ્રસાર માટે અવિરત પ્રયાસ કરી રહી છે.યુવા કલાકારોને એક મંચ પ્રદાન કરવા, સંગીત સભાઓ, વર્કશોપ અને સ્પર્ધાઓના આયોજન  કરવા અને અનમોલ સંગીત વારસાને જાળવી રાખવા માટે સક્રિય છે.જે અંતર્ગત ભરૂચના રોટરી હોલ ખાતે વિશિષ્ટ સંગીત સંધ્યા સ્વર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાતી સુગમ સંગીત અને ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા ખ્યાતનામ ગાયક અને સંગીતકાર રવિન નાયક ગુજરાતી સુગમ સંગીત અને ભારતના પ્રખ્યાત હાર્મોનિયમ વાદક તન્મય દેવચકે રાગ-દારી સંગીતની પ્રસ્તુતિ કરી ઉપસ્થિત સંગીત રસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

જેમાં તેઓની સાથે તબલા પર હાર્દિક પટેલ, ઢોલક પર દક્ષેશ પટેલ,વાયોલીન પર મહેન્દ્ર પટેલ,ગિટાર પર રમેશ તેલંગ તેમજ કી બોર્ડ પર જિનેશ શાહ, સુગમ સંગીતમાં સંગત કરી હતી.તો સોલો હાર્મોનિયમમાં તન્મય  દેઓચકે સાથે તબલા પર સોહમ ગોરાને અને કી પર અથર્વ કુલકર્ણીએ સંગત કરી સમગ્ર માહોલને  સંગીતમય કરી મૂક્યો હતો.

Advertisment
Latest Stories