ભરૂચ તાલુકા પંચાયત સભ્ય મેહુલ જોષીના 51માં જન્મદિવસ નિમિત્તે પાંજરાપોળ ખાતે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકા પંચાયત સભ્ય અને રિલાયન્સ કંપનીના મેનેજર મેહુલ જોષીએ જીવનની અડધી સદી પૂર્ણ કરી 51માં વર્ષમાં પ્રવેશવા સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં પણ નોકરીના પા સદી પૂર્ણ કરતા ભરૂચ પાંજરાપોળ ખાતે મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
મારૂતિ યજ્ઞ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું. જેમાં ઈન ભરૂચ ચેનલના એમ.ડી. કેતન રાણા, જિલ્લા પંચાયત પૂર્વ સભ્ય અનિલ રાણા સહભાગી થયા હતા. આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી બિપીન ભટ્ટ, સહટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, ગૌપૂજક ભૂદેવ કૌશિક મહારાજ સહિત મેહુલ કુમાર જોષીના પરિવારજનો અને સ્વજનોને ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા સાથે તેઓને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી.