ભરૂચ: સાયખા GIDC માંથી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર ઝડપાયું

ભરૂચના વાગરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંગત બાતમીદારથી માહિતી મળી હતી કે સાયખા GIDCની ગ્લોબેલા ચોકડી નજીક એક શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર

New Update
saykha1
cછે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ટેન્કર નંબર GJ.06.ZZ.8021 મળી આવ્યું હતું.
ત્યાં હાજર ચાલકને સાથે રાખી તપાસ કરતા ટેન્કરમાં 27 ટન કેમિકલ ભરેલ હોવાનું જણાયું હતું.જે બાબતે ચાલક પાસે જરૂરી આધાર પુરાવા, કે બીલ માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. જેથી પોલીસે BNSS કલમ-35(1)(બી) મુજબ ચાલકની અટકાયત કરી રૂપિયા 10,27,000નો મુદ્દામાલ BNSS કલમ 106 હેઠળ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories