New Update
/connect-gujarat/media/media_files/2025/04/02/pXw4z7OFx8IlVHLObN9p.jpg)
ભરૂચના હાંસોટ તાલુકાના સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદીમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ અને સુરત જિલ્લાની સરહદ પર આવેલ હાંસોટ તાલુકાના સાહોલ ગામ નજીકથી કીમ નદી પસાર થાય છે.કીમ નદીમાં આજ બપોરના સમયે એક મૃતદેહ નદીમાં આવેલ ઝાડીઓમાં ફસાયેલી હાલતમાં જોવા મળ્યો હતો.આ અંગે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. નદીમાંથી મળેલ મૃતદેહના હાથ પર હિન્દીમાં રવીન્દ્રનારાયણ સિંહ લખેલું જાણવા મળ્યું છે.હાથ પર રહેલા ટેટુના આધારે પોલીસે તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.મૃતકની હત્યા કરી તેને નદીમાં ફેંકી દેવામાં આવ્યો છે કે પછી તેનું ડૂબી જતા મોત નીપજ્યું છે તે સહિતની વિગતો મેળવવા હાંસોટ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Latest Stories