ભરૂચ: વાલિયાના ડહેલી ગામ નજીક સ્ટેટ હાઇવે પર આવેલ બ્રિજ અત્યંત જર્જરીત

ભરૂચના વાલિયા-વાડી સ્ટેટ હાઇવે પર  ડહેલી ગામની કિમ નદી પર 60 વર્ષ જુનો બ્રિજ જર્જરીત હાલતમાં થઈ ગયો છે જેના પરથી વાહન ચાલકો જીવના જોખમે પસાર થાય છે.

New Update
  • ભરૂચમાં આવેલા અનેક બ્રિજ જર્જરીત

  • વાલિયાના ડહેલી ગામ નજીક આવેલ બ્રિજ પણ જર્જરીત

  • તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?

  • કરોડોના ખર્ચે બનાવાયેલ ડાયવર્ઝન પણ ધોવાયું હતું

  • બ્રિજના સમારકામની સ્થાનિકોની માંગ

ભરૂચના વાલિયા-વાડી સ્ટેટ હાઇવે પર  ડહેલી ગામની કિમ નદી પર 60 વર્ષ જુનો બ્રિજ જર્જરીત હાલતમાં થઈ ગયો છે જેના પરથી વાહન ચાલકો જીવના જોખમે પસાર થાય છે. મોટા વાહનો માટે આ બ્રિજ પરથી પ્રવેશ બંધી છે પરંતુ નાના વાહનોને પણ જાણે જીવના જોખમે તેના પરથી પસાર થવું પડે છે
ભરૂચના વાલિયાથી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઇવે પર માર્ગ ડહેલી ગામ પાસે કિમ નદી ઉપર વર્ષ 1975માં  બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જે બ્રિજ આજે 60 વર્ષે અત્યંત જર્જરિત બન્યો છે.છેલ્લા બે વર્ષથી નવો બ્રિજ મંજુર થઈ થયો છે આમ છતાં તંત્રની ઢીલી નીતિના કારણે બ્રિજની કામગીરી હજુ સુધી શરૂ થઈ શકી નથી. બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તેના પરથી મોટા વાહનો માટે પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે આમ છતાં ક્યારેક બેફામ દોડતા વાહનો બ્રિજ પરથી પસાર થાય છે જેના પગલે બ્રિજ પર લગાડવામાં આવેલ એંગલ પણ તૂટી ગઈ છે. આ તરફ નાના વાહનો પણ બ્રિજ પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે કારણકે બ્રિજની બંને તરફની રેલિંગ અત્યંત ખખડધજ હાલતમાં થઈ ગઈ છે ત્યારે કોઈ મોટી હોનારત સર્જાય તો તેનું જવાબદાર કોણ એ પ્રશ્ન પણ ચર્ચાય રહ્યો છે.બ્રિજ ના પાયા તો હજુ મજબૂત છે પરંતુ તેનું સ્ટ્રક્ચર એકદમ જ ખોખલું થઈ ગયું છે. મોટા વાહનો માટે બ્રિજની નજીક જ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે પરંતુ ચોમાસામાં આ ડાયવર્ઝન ધોવાઈ જતા તેના સમારકામ માટે રૂપિયા બે કરોડ જેટલી મોટી રકમ ખર્ચવામાં આવી હતી ત્યારે આટલી રકમમાં બ્રિજનું સમારકામ થઈ જાય તેવા આક્ષેપો વાહન ચાલકો કરી રહ્યા છે.
ભરૂચના વાલિયાથી સુરતના વાડીને જોડતો આ મહત્વનો માર્ગ છેમઆ માર્ગ પરથી સેંકડો વાહનો પસાર થાય છે ત્યારે ૬૦ વર્ષથી સમારકામની રાહ જોઈને ઉભેલો આ બ્રિજ ક્યારેક હોનારત પણ સર્જી શકે છે ત્યારે તંત્ર વહેલી તકે આ બ્રિજનું સમારકામ કરાવે અથવા બ્રિજને ઉતારી નવો જ બ્રિજ બનાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
Read the Next Article

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

New Update
ank

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

અંકલેશ્વર માં શુક્વારના રોજ એક વિચિત્ર ઘટનાએ  લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઇ જતા ફારુખ પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરુ કરી દીધું હતું. ફળીયામાં નગ્ન ફરવા સાથે લાકડાની ડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. જેણે આજરોજ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસીમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ધા કરી દીધા હતા જેઓએ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઇ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો.અંતે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા કાસીમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.