ભરૂચ: શહેર અને જિલ્લામાં સાર્વત્રિક છૂટોછવાયો વરસાદ નોંધાયો

ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે

New Update
rain-2
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
ભરૂચ જિલ્લામાં વીતેલા 24 કલાકમાં વરસેલા વરસાદના તાલુકામાં આંકડા પર નજર કરીએ તો જંબુસર 4 મી.મી,આમોદ 8 મી.મી.,વાગરા 3 મી.મી.,ભરૂચ 7 મી.મી.,ઝઘડિયા  10 મી.મી.,અંકલેશ્વર  3 મી.મી.,હાંસોટ  0 મી.મી.,વાલિયા  2 મી.મી.,નેત્રંગ  4 મી.મી. વરસાદ નોંધાયો હતો. ઉકળાટ અને બફારા વચ્ચે ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી
Read the Next Article

ભરૂચ: ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાને જેલ મુક્ત કરવાની માંગ, પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે. તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • રાજપૂત યુવા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને મુક્ત કરવા માંગ

  • પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

  • ખોટી રીતે કાર્યવાહી કરાય હોવાના આક્ષેપ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાને તાત્કાલિક જેલ મુક્ત કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી સહિત સમાજના તમામ સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે.જેના સામે સમાજના તમામ સંગઠનોએ વખોડી કાઢી તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતાં ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. એ બાદ તેમને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.
Latest Stories