New Update
ભરૂચમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
શહેરે નવી દુલહનનો સાજ સજ્યો
શહેરમાં લાઇટિંગનો ઝગમગાટ
સરકારી ઇમારતો પર રોશની
સર્કલ પર પણ રોશની કરાય
ભરૂચમાં દેશના સ્વાતંત્ર પર્વ પર સરકારી ઇમારતો જાહેર માર્ગો અને સર્કલોને લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે. ભરૂચ શહેર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું હતું. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
શહેરના સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો સહિતના માર્ગો પર ત્રિરંગી લાઇટિંગની આકર્ષક સજાવટ કરાતા સાંજના સમયે આખું શહેર દેશભક્તિના રંગોથી ઝગમગી ઉઠે છે.વહીવટી તંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા, કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી તેમજ અન્ય સરકારી ઇમારતો પર ત્રિરંગી લાઇટિંગ કરાતા રાત્રિના સમયે દૃશ્ય અતિ મનોહર બની રહ્યું હતું.
Latest Stories