ભરૂચ:ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપતા વ્યાજખોરની પોલીસે કરી ધરપકડ

ભરૂચમાં ઉંચા દરે વ્યાજ આપતા વ્યાજખોરો સામે પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે

bhr aropi
New Update

ભરૂચમાં ઉંચા દરે વ્યાજ આપતા વ્યાજખોરો સામે પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે

પોલીસ દ્વારા સેમીનાર અને લોક દરબારનું આયોજન કરાયા બાદ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદી માલતીબેન  ધોરાવાલાએ આરોપી પ્રફુલ મુસાવાલા  વિરૂધ્ધમાં ફરીયાદ આપી હતી.જેમાં ફરિયાદી મહિલાએ આરોપી પાસેથી 60 હજાર રૂપિયા 10 ટકા  વ્યાજે લીધા હતા.જે પૈકી 42 હજાર રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા તેમ છતાં બાકી નિકળતા નાણા માટે આરોપી બળજબરી પુર્વક માંગણી કરી તેમજ પૈસા નહી આપે તો માર મારવાની ધમકી આપતો હતો .પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી પ્રફુલ મુસાવાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે આરોપી પાસેથી અલગ અલગ વ્યક્તિઓએ સહી કરેલ ચેક, હિસાબની બુક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે
#Bharuch #Accused arrested #Fraud #usurer
Here are a few more articles:
Read the Next Article