ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્ર્મ યોજાશે

ભારતના ચૂંટણીપંચ ધ્વારા જાહેર કરેલ મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્ર્મ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તા.૨૮/૧૧/૨૦૨૪ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા

New Update
નગરપાલિકા
Advertisment
ભારતના ચૂંટણીપંચ ધ્વારા જાહેર કરેલ મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્ર્મ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તા.૨૮/૧૧/૨૦૨૪ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્ર્મ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૧૭/૧૧/૨૦૨૪ (રવિવાર) , તા.૨૩/૧૧/૨૦૨૪ ( શનિવાર) તથા તા.૨૪/૧૧/૨૦૨૪ (રવિવાર) ખાસ ઝુંબેશના દિવસના રોજ જિલ્લાના તમામ મતદાન મથકોએ તા.૦૧/૦૧/૨૦૨૫ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્ર્મ યોજાશે.
Advertisment

આ સુધારણા કાર્યક્ર્મમાં લાયકાત ધરાવનાર કોઇ નાગરિકનું મતદરયાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય તો મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્ર્મમાં ૧૮ થી ૧૯ વર્ષની વય ધરાવતા હોય તેવા નાગરિકોના નામ નોંધણી કે ઉમેરવાના બાકી હોય તેઓના માટે આ ઝુંબેશ મહત્વની રહેશે. 
ભરૂચ જિલ્લાની મતદારયાદી સુધારણા ઝુંબેશમાં સહભાગી બનવા કલેકટર તુષાર સુમેરા દ્વારા અનુરોધ કરાયો છે.તા. ૦૧/૦૪/૨૦૨૫ સુધીમાં ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા વ્યકિતોઓ પણ મતદારયાદીમાં નામ નોંધણી માટે ફોર્મ નં.૬ ભરી શકશે. આગામી સમયમાં જયારે તેઓને ૧૮ વર્ષ પુર્ણ થશે ત્યારે તેનો નિર્ણય કરવામાં આવશે.આ કાર્યક્ર્મ અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસોએ ૧૦.૦૦ થી ૫.૦૦ કલાક સુધી જિલ્લાનાં તમામ વિધાનસભા મત વિભાગમાં પ્રત્યેક મતદાન મથકો ખાતે બૂથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહેશે. જયાં મતદારયાદીની વિગતો ચકાસી શકશે તેમજ મતદારયાદીમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકશે.
Latest Stories