/connect-gujarat/media/media_files/2025/03/15/HwpJ3e3w3jtMbo6vBj3V.jpg)
ભરૂચની આમોદ નગરપાલિકાની આજ રોજ પાલીકા પ્રમુખ જલ્પા પટેલનાં અઘ્યક્ષ સ્થાને સભાખંડમાં સામાન્ય સભા મળી હતી.જેમાં બાબતે દરેક સદસ્યોને એજન્ડા આપી દેવામાં આવ્યા હતાં પરંતુ આજની સામાન્ય સભામાં ૨૪ માંથી માત્ર ત્રણ જ સદસ્યો હાજર રહયા હતાં.૨૧ સદસ્યો ગેરહાજર રહ્યા હતા. જેથી કોરમ ના થવાથી સભા મુલતવી રાખવામા આવી હતી.
આજ રોજ યોજાયેલી સામાન્ય સભામાં પ્રમુખ જલ્પા પટેલ, કારોબારી અધ્યક્ષ ગીતા પટેલ, તેમજ અક્ષર પટેલ સહિત ત્રણ જ સદસ્યો હાજર રહ્યા હતાં. આમોદ પાલિકાના સદસ્યોની ચર્ચા મુજબ પ્રમુખ જલ્પાબેનના વહીવટથી ખુદ ભાજપનાં સદસ્યો નારાજ છે તેમજ વિપક્ષ પણ નારાજ હોય વિપક્ષના પણ કોઈ સદસ્ય હાજર રહયા નહોતા.
આ સામાન્ય સભા અત્યંત મહત્વની હોવા છતાં સત્તાધારી પક્ષના ૧૧ સદસ્યો તેમજ અપક્ષના ૧૦ સભ્યો કોઈક કારણોથી હાજર ન રહેતા ૧૨:૩૦ કલાકે પ્રોસિડિંગમા કોરમ ન થવાનુ જણાવી સામાન્ય સભા મુલતવી રાખી હતી. આ અંગે પ્રમુખ જલ્પા પટેલે જણાવ્યું હતું કે વાતાવરણના કારણે કોરમ થઈ શક્યું નહોતુ અને કોઇ પણ સદસ્યોમાં કોઈ નારાજગી નથી.