ભરૂચ : પૌરાણિક શહેરની હેરિટેજ ઇમારતોની તંત્રની ઉદાસીનતાને કારણે થઇ ખસ્તા હાલત

ડચ ફેમિલીમાં કોઈ મૃત્યુ પામે ત્યારે એમને એમની કોઈ ખાસ જગ્યાએ દફનાવવામાં આવતા અને ત્યાં તેમના ખાસ Dutch Cemetery કે પાર્ક બનાવી તેમની કબરો બનાવવામાં આવતી અને આ એક ઐતિહાસિક હિસ્ટ્રી છે.

author-image
By Connect Gujarat Desk
New Update
Advertisment

કાશી પછીનું પૌરાણિક નગર એટલે ભરૂચ, 22 જેટલી હેરિટેજ ઇમારતો પૌરાણિકતાની પુરે છે સાક્ષી. 

Advertisment

કાશી પછીનું શહેર એટલે ભરૂચઅહીં 22 જેટલી હેરિટેજ ઇમારતો આવેલી છે.જેમાં કેટલીક 200 વર્ષ કરતા પણ જૂની જોવા મળે છેપરંતુ હવે એના ખસ્તા હાલ છે, તંત્રની ઉદાસીનતાને કારણે હવે  આ ઇમારતો ખંડેર સમાન ભાસી રહી છે.

ભરૂચ એક ઐતિહાસિક નગર છે, અને કાશી પછીનું બીજું આ પૌરાણિક શહેર છે, ભરૂચમાં આવેલ ફુરજા બંદર ભારતનું એક મુખ્ય બંદર હતુંઅહીંથી કપાસ અને મરી મસાલાનો મુખ્ય વ્યાપાર થતો હતો. વ્યાપારના કારણે અંગ્રેજોનું ડચ સામ્રાજ્યએની સમૃદ્ધિ માટે ઓળખાતું હતું.જ્યારે જાણીતી ડચ ફેમિલીમાં કોઈ મૃત્યુ પામે ત્યારે એમને એમની કોઈ ખાસ જગ્યાએ દફનાવવામાં આવતા અને ત્યાં તેમના ખાસ Dutch Cemetery કે પાર્ક બનાવી તેમની કબરો બનાવવામાં આવતી અને આ એક ઐતિહાસિક હિસ્ટ્રી છે.

આ ડચ કબ્રસ્તાન (Dutch Cemetery) એના ઇતિહાસને પણ એમના સ્ટેચ્યુ પર કોતરેલા આજે પણ નજરમાં આવે છે. ભરૂચની આ ડચ કબ્રસ્તાન (Dutch Cemetery) જે એમની સમૃધ્ધિ બતાવી રહ્યું છે.તેની હવે તંત્ર તરફથી કોઈ કાળજી લેવામાં આવતી નથી અને જે પહેલા 22 જેટલી હતી, તે હવે માત્ર 4 થી 5 છે,અને ગંદકી અને ઝાડી ઝાંખરામાં છેતંત્ર આ વિશે તેનું ધ્યાન દોરી તેની કેળવણી કરે તેવી લોક માંગ ઉભી થઈ છે.

આ જ પ્રમાણે ભરૂચના ફુરજા વિસ્તારમાં યુદ્ધમાં ઘોડા સાથે મૃત્યુ પામનાર બ્રિટિશ ગવર્મેન્ટના બ્રિગેડિયર ડેવિડ વેડનબર્નની યાદમાં એક કબર બનાવવામાં આવી છે. જેમાં બ્રિટિશ બ્રિગેડિયર ડેવિડ વેડનબર્નની આગેવાનીમાં આવેલું લશ્કર ભરૂચના બંદરે પહોંચતા નવાબે કોટના દરવાજા બંધ કરાવી દીધા બાદ ફુરજા નજીકના ટેકરા પર આવેલા ટાવર પાસેના બુરજ પરથી પોતાના લશ્કર મારફતે તોપ ગોળાનો મારો શરૂ કરી દીધો હતો.

આ લડાઈમાં વેડનબર્નની આગેવાનીમાં અંગ્રેજ લશ્કર મારફતે તોપગોળાનો મારો શરૂ કરી કોટની લગોલગ આવી પહોંચ્યા હતા.આ સમયે નવાબના સૈનિકોઓ પણ કોટ પરથી એક તોપગોળો છોડતા જ તે ઘોડે સવાર બ્રિગેડીયર વેડનબર્ન પર પડતા જ તે ઘોડા સાથે જ મૃત્યુ પામ્યો હતો. આ યુદ્ધ આટલાથી જ નહીં અટકતા ફરી મુંબઈ બ્રિટિશ સરકારે નવા બ્રિગેડિયર સાથે આવીને લડવાનું જારી રાખ્યું હતુ.

જેમાં લેફ્ટનન્ટ કર્નલ ચોકબર્ન તથા બ્યુઅરની આગેવાનીમાં બ્રિટિશ લશ્કરે ભરૂચનો કબજો મેળવ્યો હતો.આ યુદ્ધમાં નવાબ મોજુજખાન હારી ગયા બાદ ભરૂચ છોડીને દેહવાણ મુકામે કોળી ઠાકોર રાજા જાલમસિંગને ત્યાં આશ્રય લીધો હતો. ત્યાં તે બીમાર પડતા 42 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

Advertisment

ભરૂચમાં અંગ્રેજોએ કબજો જમાવ્યા બાદ બ્રિગેડિયર ડેવિડ વેડનબર્નની યાદમાં અંગ્રેજ સરકારે ટાવર પાસે આવેલી સિવિલ હોસ્પિટલની બાજુમાંટેકરા પર તેની કબર બનાવડાવી તેના ઘોડા સાથે જ દફન કરાયો હતો. જેની પણ જાળવણી વગર ખસ્તા હાલત થઈ જવા પામી છે.

Latest Stories