New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
મહાલક્ષ્મી મંડળીની સાધારણ સભા યોજાય
પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા
મંડળીનો વાર્ષિક અહેવાલ રજૂ કરાયો
ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી રહ્યા ઉપસ્થિત
ભરૂચની ધી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળીની સાતમી વાર્ષિક સાધારણ સભા યોજાય હતી જેમાં પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા
ભરૂચની ધી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લિમિટેડની સાતમી વાર્ષિક સાધારણ સભા આજરોજ યોજાઈ હતી. આ સભાની અધ્યક્ષતા અને ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ કર્યું હતું. મંડળીના ચેરમેન પ્રવીણસિંહ ડી. રણાના નેતૃત્વમાં આયોજિત આ સભામાં ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપ. બેંકના CEO પિંકલ રાવલ અને કર્મચારીઓની ક્રેડિટ સોસાયટીના ચેરમેન કિરીટસિંહ ધરીયા ઉપસ્થિત રહ્યા હતા.
સભામાં તાજેતરમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં નિધન પામેલ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય યાત્રીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.ચેરમેન પ્રવીણસિંહ રણાએ મંડળીમાં થયેલી નાણાકીય અને સેવાકીય પ્રગતિ અંગે વિગતવાર માહિતી આપી હતી.
Latest Stories