ભરૂચ: આમોદમાં સફાઈ અભિયાનમાં જોડાયેલ અધિકારીઓનો સ્થાનિકોએ કર્યો ઘેરાવો

આમોદ નગરપાલીકા દ્વારા આજ રોજ સવારે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

New Update

ભરતની આમોદ નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત અંતર્ગત યોજાયેલ સ્વચ્છતા અભિયાન દરમ્યાન સ્થાનિકોએ પાણીના પ્રશ્ને નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓનો ઘેરાવો કરતા વાતાવરણ ગરમાયુ હતું

આમોદ નગરપાલીકા દ્વારા આજ રોજ સવારે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં આમોદ નગરપાલીકાના સૌ સફાઈ કામદારો તેમજ પાલિકાના પ્રમુખ, ભાજપના ચૂંટાયેલા સદસ્યો ઉપરાંત પાલિકાના કર્મચારી સહિત મુખ્ય અધિકારી પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા જ વોર્ડ નંબર પાંચની  મહિલાઓ સહિત સ્થાનિક સદસ્યોએ તેમના પોતાના વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી નહી મળતું હોવાની રજૂઆત કરી પાલિકાના સદસ્યો સહિત મુખ્ય અધિકારીનો ઘેરાવો કર્યો હતો.જો કે રહીશોની ઉગ્ર રજૂઆતને પગલે પાલિકા સત્તાધીશોએ પાણી પહોંચાડવાની બાહેંધરી આપી હતી ત્યારે મામલો થાળે પડ્યો હતો
Latest Stories