New Update
ઉત્તરાયણ પૂર્વે ભરૂચ નગર પાલિકાની કામગીરી
ભૃગુઋષિ ઓવરબ્રિજ પર તાર બાંધવામાં આવ્યા
મુખ્યમાર્ગો પર પણ તાર બંધાયા
પતંગના દોરાથી વાહન ચાલકોને મળશે સુરક્ષા
પતંગના ઘાતક દોરાથી થાય છે અકસ્માત
આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચના ભૃગુઋષિ ઓવરબ્રિજ સહિત મુખ્ય માર્ગો પર પતંગના દોરાથી વાહનચાલકોને સુરક્ષા મળે તે હેતુથી તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના ભાગરૂપે તાર લગાવવામાં આવ્યા છે.
ઉત્તરાયણ આડે હવે માત્ર ગણતરીના દિવસ બાકી છે. ત્યારે ઉત્તરાયણમા પતંગની દોરી વાગવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા ભૃગુઋષિ બ્રિજ સહિત મુખ્ય માર્ગો પર પતંગની દોરીથી દ્વિચક્રિય વાહન ચાલકોને કોઈ નુકસાન ના થાય તે માટે લોખંડના તાર પાલિકા દ્વારા લગાવાયા હતા.
કલેકટર ઓફિસ માર્ગથી ઝાડેશ્વર તરફ મોટી સંખ્યામા દ્વિચક્રિય વાહન ચાલકો ભૃગુઋષિ બ્રિજ પરથી આવન જાવન કરતા હોય છે ત્યારે ઉત્તરાયણમા વાહન ચાલકો આ બ્રિજ પરથી પસાર થતા હોય છે.પતંગ સાથે દોરી પણ બ્રિજ પરથી પસાર થાય ત્યારે વાહન ચાલકને ગળા કે માથાના ભાગે કોઈ ઇજા ન થાય તેની તકેદારીના ભાગરૂપે પાલિકા દ્વારા ઓવરબ્રિજ અને અન્ય મુખ્યમાર્ગો પર લોખંડના તાર લગાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Latest Stories