ભરૂચ: નવા તવરા ગામે વરઘોડામાં બેન્ડ વાગતા ભેંસ ભડકતા ધીંગાણું, બે જૂથ વચ્ચે થયેલ મારામારીનો વિડીયો વાયરલ

ભરૂચના નવા તવરા ગામે વરઘોડામાં બેન્ડના અવાજથી ભેંસો ભડકી ઉઠવા મુદ્દે એક કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા ૧૨ લોકોને ઈજાઓ પહોંચી જે ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ

New Update
MixCollage-04-Mar-2025-09-25-AM-6648
ભરૂચના નવા તવરા ગામે વરઘોડામાં બેન્ડના અવાજથી ભેંસો ભડકી ઉઠવા મુદ્દે એક કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા ૧૨ લોકોને ઈજાઓ પહોંચી જે ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો.

ભરૂચના નવા તવરા ગામની નવી વસાહતમાં રહેતા સંજય સુનીલ વસાવાના દીકરાની બાબરીનો પ્રસંગ હોવાથી ગામમાં બેન્ડ સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો તે દરમિયાન સાંજ ૪ કલાકે રોડ વાલા ફળિયામાં અશોકભાઈ પટેલના ઘર પાસે ભેંસો અચાનક ચમકી ભાગવા જતા ત્યાં મુકેલ ટાઈલ્સ તૂટી જતા તેઓ ઉશ્કેરાઈ જઈ જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો જે ઝઘડાનું ઉપરાણું લઇ મિતેશ ભીખા પટેલ,ચિરાગ પટેલ,મનીષ પટેલ અને અન્ય ૧૮થી વધુ લોકોએ સંજય ભાઈના સંબંધીઓ ઉપર હુમલો કર્યો હતો.
આ મારામારીમાં કુલ ૧૨ લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.જયારે મારામારી અંગે સી ડીવીઝન પોલીસે સામસામે ફરિયાદ નોંધાઈ છે.જે ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે