New Update
ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ તા.૧૩ ઓગસ્ટના રોજ સવારે જીન કંપાઉન્ડ, હાંસોટથી તિરંગા યાત્રા યોજાશે. આ યાત્રા જીન કંપાઉન્ડથી પ્રસ્થાન કરી પ્રાથમિક કુમાર શાળા ખાતે સંપન્ન થશે.આ તિરંગા યાત્રામાં કલેક્ટર તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓ ધારાસભ્ય, જિલ્લાના આર્મ્ડ ફોર્સના જવાનો, જિલ્લા/ તાલુકા પંચાયતના સભ્યો તેમજ જિલ્લાના અગ્રગણ્ય નાગરિકો, વિદ્યાર્થીઓ જોડાશે
જિલ્લામા ૧૫,૦૦૦ થી વધારે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ યાત્રામાં પોલીસ બેન્ડ જવાનો માર્ચ કરશે. NCCના કેડેટ્સ, બાળકો વિવિધ વેશભૂષામા કૃતિઓ પરફોર્મ કરશે.
તિરંગા યાત્રામા ફોર વ્હીલર્સ, ૫૦ પોલીસ બાઈક, તિરંગા સેલ્ફી પોઈન્ટ્સ મૂકવામાં આવશે. જેથી યુવાનોએ તિરંગા સાથે સેલ્ફી લઈને harghartiranga.com પર અપલોડ કરવા વિનંતી છે. આ યાત્રા દરમ્યાન બજારમા વેપારીઓ તિરંગાનું પુષ્પોથી અભિવાદન કરવામાં આવશે.
Latest Stories