New Update
/connect-gujarat/media/media_files/2025/02/28/jHpbeQFf3kvewOaD2YmR.jpg)
ભરૂચના વાગરા તાલુકામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમિટેડ ખાતે ભરૂચ વાગરા લોકલ ક્રાઈસીસ ગ્રુપ દ્વારા ઓફ સાઈટ ઈમરજન્સી મોકડ્રીલ યોજાઈ હતી. આજે બપોરે ૧૨.૨૦ વાગે અચાનક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમિટેડ દહેજમાં ( E.O ) પ્લાન્ટમાં ઈથીલીન ઓક્સાઈડ ( E.O ) લોડીંગ માટે બહારથી ટેન્કર આવી હતી.
જેમાં લોડીંગ થયા બાદ મેન હોલમાંથી લીકેજ થયાનું માલૂમ પડ્યું હતું. ત્યારબાદ કારખાનાના સેફ્ટી ઓફિસરની ટીમ દ્નારા લીકેજ કંન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો છતાં પણ ગેસ ગળતર રહેતા બે વ્યકિતને ગેસ લાગતાં ઈજાગ્રસ્ત થયા બીજી તરફ કારખાના બહાર એક વ્યક્તિને પણ ગેસ લાગતાં ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સામાન્ય ઈજા થતા તત્કાલ એમ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ગેસની અસર વધારે થતા ઓફસાઈડ ઈમરજન્સી જાહેર કરી મદદ માટે ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ભરૂચને જાણ કરવામાં આવી હતી. જેથી તત્કાલ લોકલ ક્રાઈસીસ ગ્રુપ(ભરૂચ – વાગરા)ના ચેરમેન અને ભરૂચના પ્રાંત અધિકારી મનિષા મનાણીની સુચના અનુસાર પોલીસ, ફાયરની ટીમ, જીપીસીબીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને ઇમરજન્સી કંટ્રોલરૂમ કાર્યરત કર્યો હતો. સૌના સહિયારા પ્રયાસોથી ભારે જહેમત બાદ દુઘર્ટના પર કાબુ મેળવાયો હતો. અંતે આ મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી.
Latest Stories