ભરૂચ : વાગરાના ભેરસમ નજીક ટ્રેક્ટરે મારી પલટી, નીચે દબાઇ જવાથી ચાલકનું કરુણ મોત નિપજ્યું

વાગરા તાલુકામાં આવેલાં ભેરસમ ગામે રહતો યુવાન ટ્રેક્ટર લઇને જતો હતો. દરમિયાન તેનો કાબૂ નહીં રહેતાં ટ્રેક્ટર પલટી જતાં તેની નીચે દબાઇ જવાથી તેનું મોત નીપજ્યું હતું

author-image
By Connect Gujarat Desk
New Update
accidenta

વાગરા તાલુકામાં આવેલાં ભેરસમ ગામે રહતો યુવાન ટ્રેક્ટર લઇને જતો હતો. દરમિયાન તેનો કાબૂ નહીં રહેતાં ટ્રેક્ટર પલટી જતાં તેની નીચે દબાઇ જવાથી તેનું મોત નીપજ્યું હતું. ભેરસમ ગામે રાઠોડ વાસમાં રહેતાં મણીલાલ કેશવ રાઠોડનો પુત્ર ઇશ્વર તેમના ગામના પ્રભુ પટેલનું ટ્રેક્ટર લઇને બોદલ કેમિકલ કંપની પાસે આવેલાં ખાલી પ્લોટ પર પાણીનું ટેન્કર લેવા માટે ગયો હતો.

Advertisment

ટ્રેક્ટર સાથે ટેન્કર જોડીને તે પરત આવી રહ્યો હતો. તે વેળાં કોઇ કારણસર તેનું સ્ટિયરિંગ પર કાબુ નહીં રહેતાં તેનું ટ્રેક્ટર રોડની સાઇડમાં ઉતરી જતાં ટ્રેક્ટર - ટેન્કર પલટી ગયું હતું. ઇશ્વર ટ્રેક્ટર પરથી ઉતરી નહીં શકતાં ટ્રેક્ટર નીચે દબાઇ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઇ ગયાં હતાં. બીજી તરફ ક્રેઇન બોલાવી ટ્રેક્ટર - ટેન્કરને બહાર કાઢી તેની નીચે દબાયેલાં ઇશ્વર રાઠોડના મૃતદેહને બહાર કાઢ્યો હતો. બનાવના પગલે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment
Latest Stories