New Update
ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામ ખાતે આરતી ડ્રગ્સ લિમિટેડ કંપની દ્વારા વૃક્ષારોપણનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના વાગરા તાલુકામાં આવેલ સારણ ગામ ખાતે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નિર્માણ પામી રહેલ આરતી ડ્રગ્સ લિમિટેડ કંપની દ્વારા રોપાઓનાં વાવેતર માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કંપનીના પદાધિકારીઓ અને સારણ ગામનાં આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકારના વૃક્ષોના રોપા રોપવામાં આવ્યા હતાં. આ પ્રસંગે 3500 જેટલા વૃક્ષોના છોડ રોપવાની અને તેના જતન માટેના પ્રણ લેવામાં આવ્યા હતા. આ તબક્કે વક્તાઓ દ્વારા પર્યાવરણ અને વૃક્ષોની જીવનમાં જરૂરિયાત અને મહત્વને સમજાવવામાં આવ્યું હતું. આરતી ડ્રગ્સ કંપની દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કંપનીના ડાયરેકટર નિલેશ પાટીલ, દીપક સાંખે, દિબાકર ગરનાયક, અભિજિત નાયર તેમજ સેફ્ટી ઓફિસર પ્રદ્યુમ્ન સ્વાયેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories