New Update
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોની પ્રવેશબંધીનું જાહેરનામું માત્ર કાગળ પુરતું મર્યાદિત રહી ગયું હોય તેમ લાગી રહ્યું છે. બ્રિજ પર અકસ્માતોની વસ્તી સંખ્યાના કારણે ભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવાય છે પરંતુ બ્રિજ પરથી ભારે વાહનો બિન્દાસ પસાર થઈ રહ્યા છે.
બ્રિજની બન્ને તરફ પોલીસ પોઈન્ટ હોવા છતાં ભારે વાહનો કઈ રીતે પસાર થાય છે તે એક સવાલ છે. ગતરોજ રાત્રીના સમયે નર્મદા મૈયા બ્રિજ પરથી ટ્રક પસાર થતી હોવાનો વિડીયો સામે આવ્યો છે ત્યારે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. નર્મદા મૈયા બ્રિજ પરથી અવારનવાર ભારે વાહનો પસાર થાય છે જે અકસ્માતને આમંત્રણ આપે છે ત્યારે તંત્રના જાહેરનામાનો કડક અમલ કરાવાય તે અત્યંત જરૂરી છે

Latest Stories