ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે ડેનિસ રાજુલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચની વરણી કરવામાં આવી હતી. દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે મીના વસાવા દ્વારા રાજીનામું અપાતા દુ.વાઘપુરા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની જગ્યા ખાલી હોય જેને લઇ ઝઘડીયા તાલુકા પંચાયતમાંથી આવેલ અધિકારી ઉત્પન પટેલ તેમજ દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના તલાટી ઉદેસિંહ વસાવા, પંચાયતના સરપંચ મુકેશ વસાવા તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગામ પંચાયતના તમામ સભ્યોના સર્વેનુમતે ઉપસરપંચ તરીકે ડેનિશ મધુસુદન રાજુલની નિયુક્તિ કરવામાં આવી હતી. ઉપસરપંચ તરીકે તેઓને નિયુક્તિ થતા સરપંચ તેમજ તમામ સભ્યો દ્વારા તેઓને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા, અને તેઓના સમર્થકોમાં હર્ષની લાગણી છવાઈ હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં તેઓના સમર્થકોએ નવનિયુક્ત ઉપસરપંચને અભિનંદન પાઠવ્યા હતા. ઉપસરપંચ ડેનિશ રાજુલ દ્વારા ગામ પંચાયતના સરપંચ તેમજ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.