ભરૂચ: હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે સાર્વત્રિક વરસાદ !

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે  વરસાદનો અંતિમ રાઉન્ડ શરૂ થયો. ત્યારે ઠેર ઠેર ધીમીધારે તો ધોધમાર વરસાદ વરસી રહ્યો

ભરૂચ rain
New Update
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે  વરસાદનો અંતિમ રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે ઠેર ઠેર ધીમીધારે તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વિતેલા 24 કલાકમાં ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના તાલુકાવાર  આંકડા પર નજર કરીએ તો  જંબુસર 2 ઇંચ,આમોદ  10  મી.મી.,વાગરા 2.5 ઇંચ,ભરૂચ 2 ઇંચ,ઝઘડિયા  14 મી.મી.,અંકલેશ્વર  1 ઇંચ,હાંસોટ  1.5 ઇંચ,વાલિયા 15 મી.મી. અને નેત્રંગ 10માં મી.મી. વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો છે
#Bharuch #Meteorological Department #orange alert
Here are a few more articles:
Read the Next Article