New Update
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને બાતમી મળી હતી કે વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલ "BEPL" સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરોની ચોરીમાં ત્રણ ઈસમો સંડોવાયેલ હોવાની શક્યતા છે અને તે ત્રણેય શક્તિનાથ ગરનાળાની બાજુમાં ઝુપડ્ડપટ્ટી પાસે ભેગા થયા છે જેના આધારે પોલીસે દરોડા પાડી 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે જે મુજબની હકીકત આધારે એલ.સી.બી.ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએથી ત્રણેય ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા આ મામલામાં પોલીસે શશીકાંત રોહિત,અજય રાઠોડ, સંજય વસાવા ઉપરાંત ચોરીનો સામાન ખરીદનાર ઐયાઝ અબ્દુલહક શેખ અને અબ્બાસ ચુનારવાળાની ધરપકડ કરી તેઓ પાસેથી રૂ.58,390નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories