ભરૂચ: વી.સી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીનીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો

વી.સી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલ અને વી.સી.ટી. હાયર સેકન્ડરી ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

New Update
VCT Girls High School

વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.સી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલ અને વી.સી.ટી. હાયર સેકન્ડરી ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગાયનેકોલોજિસ્ટ અને મેનોપોઝ પ્રેક્ટિશનર ડૉ. ભાવનાબેન જે. શેઠ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય મહેમાને પોતાના પ્રેરણાદાયી પ્રવચનમાં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ પ્રવાહની વિદ્યાર્થીનીઓને આજના આધુનિક અને સ્પર્ધાત્મક યુગમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દી ક્ષેત્રોની વિસ્તૃત માહિતી આપી.  વર્ષ 2025-26ના ખેલ મહાકુંભમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધારનાર તેમજ શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીનીઓને મુખ્ય મહેમાન તથા વી.સી.ટી. કેમ્પસના સીઈઓ કાજી નુસરતજહાંબેન અને વી.સી.ટી સંકુલની વિવિધ શાળાના આચાર્યોના હસ્તે પુરસ્કૃત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Latest Stories