New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
જિલ્લા પંચાયત દ્વારા આયોજન કરાયું
વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ
વિકાસ રથનું પ્રસ્થાન કરાવાયુ
અધિકારીઓ-પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિકાસ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ – ૨૦૨૫ અંતર્ગત આજે ભરૂચ જિલ્લામાં વિકાસ રથને લીલી ઝંડી આપીને કાર્યક્રમની ભવ્ય શરૂઆત કરવામાં આવી.
આ કાર્યક્રમનું આયોજન જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે , કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પટેલ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે. એસ. દુલેરા ઉપસ્થિત રહ્યા હતા.
વિકાસ સપ્તાહ દરમિયાન ભરૂચ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકાસ રથ ફરશે. રથ દ્વારા સામાન્ય નાગરિકોને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવશે.
Latest Stories