ભરૂચ: વાલિયા પોલીસે તળાવ ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ

પોલીસને બાતમી મળી હતી વાલીયા ગામના તળાવ ફળિયામાં આવેલ ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

New Update
BHA

વાલિયા પોલીસે તળાવ ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ,રૂ.2.58 લાખનો મુદામાલ જપ્ત

ભરૂચ જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા  જીલ્લામાં ચાલતી પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા તેમજ પ્રોહીબિશન જુગારના કેસો શોધી કાઢવા આપેલ સુચનાને આધારે એ.એસ.પી.અજય મીણાના માર્ગદર્શન હેઠળ વાલિયા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમર સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના માંડવા ગામમાં રહેતો બુટલેગર અરવિંદ મહેશભાઈ વસાવાએ વાલિયા તાલુકાના વિઠ્ઠલગામના બુટલેગર પ્રદિપ કનુભાઈ વસાવા પાસેથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી વાલીયા ગામના તળાવ ફળિયામાં આવેલ પોતાની સાસરી સુમિત્રાબેન રાજુભાઈ વસાવાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 576 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 2.58 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને માંડવા ગામના વસાવા ફળિયામાં રહેતો બુટલેગર અરવિંદ મહેશભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો.જ્યારે કુખ્યાત બુટલેગર પ્રદીપ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories