ભરૂચ: વાલિયા પોલીસે લુણા ગામેથી રૂ.2.89 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, 2 બુટલેગર ફરાર

લુણા ગામનો લીસ્ટેડ બુટલેગર હાલ ઈંગ્લીશ દારૂનો ખુબ મોટો જથ્થો પોતાના ઘર પાસે ઉતારી તેના ઘરની સામેના કોઈ ઘરમા સગેવગે કરવાની ફીરાકમાં છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા

New Update
luna village
ભરૂચના વાલિયા મથકના પોલીસ સબ ઈન્સ્પેકટર કે.બી.ડોડીયા વાલીયા પોલીસ સ્ટાફ સાથે  વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે લુબુટલેગર લુણા ગામે દરોડા પાડતા આરોપી ફરાર થઇ ગયો હતો
જ્યારે રમેશ વસાવાના મકાનમાંથી રૂ.2.89 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.પોલીસે કુખ્યાત બુટલેગર જગદિશભાઈ ઉર્ફે જગો રવિયાભાઈ વસાવા રહે. લુણા તા.વાલીયા તેમજ  રમેશભાઈ ઓલિયાભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories