ભરૂચ : ઘી કોડિયા વિસ્તારમાં ખુલ્લી ગટરમાં ખાબકતા યુવકનું મોત, પરિવારજનોમાં ભારે આક્રંદ

ભરૂચ શહેરના ચિંગસપુરા-ગોલવાડ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં ખાબકતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે મૃતકના પરિવારજનો અને સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે ભારે આક્રોશ જોવા મળ્યો છે.

New Update

ભરૂચ શહેરના ચિંગસપુરા-ગોલવાડ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં ખાબકતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે મૃતકના પરિવારજનો અને સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે ભારે આક્રોશ જોવા મળ્યો છે.

મળતી માહિતી અનુસારભરૂચ શહેરના મારુ ફળિયાના વાલ્મિકી વાસ વિસ્તારમાં રહેતા મનોજ સોલંકી નારાયણ હોસ્પિટલમાં હંગામી ધોરણે ફરજ બજાવતા હતા. જેઓ ગતરોજ સવારે રાબેતા મુજબ નોકરી પર ગયા હતાઅને રાત્રીના સમયે નોકરી પરથી છૂટીને પરત પોતાના ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન ભરૂચમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતીત્યારે ચિંગસપુરા-ગોલવાડ નજીક પાલિકાએ બનાવેલી તૂટી ગયેલી ખુલ્લી ગટરમાં ખાબકતાં મનોજ સોલંકી ઉંડી ગટરના વહેતા પાણીમાં તણાઈ ગયા હતા.

તો બીજી તરફમનોજ સોલંકીના ઘર પરિવારના સભ્યો આખી રાત મનોજ ઘરે આવશે તેવી આશમાં કાઢી હતી. જોકેસવાર થઈ જતા પણ તે ઘરે નહીં આવતા પરિવારજનો શોધવા નીકળતા દાંડિયા બજાર વિસ્તારમાં તેઓનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા જ તેઓ સ્થળ પર દોડી ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેરના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહને ઘરે લાવ્યા હતા. આ અંગે ધર્મેશ સોલંકી અને પરિવારજનોએ નગરપાલિકાના સત્તાધીશો સામે રોષ વ્યક્ત કરી ન્યાયની માગણી કરી હતી.

જોકેહાલમાં તો આ ઘટનામાં ભરૂચ મામલતદાર સહિતનો કાફલો મૃતકના ઘરે પહોંચીને ઘટના અંગેની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કેઆ બાબતે પાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કેહાલમાં જે ખુલ્લી ગટર છે તેને તાત્કાલિક બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશેઅને જે કોઈ વ્યક્તિની બેદરકારી સામે આવશે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવમાં આવશે.

આ સમગ્ર ઘટનામાં ભરૂચ નગરપાલિકાની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલી ગટરો તૂટી જતાં ખુલ્લી બની જતાં અહીથી પસાર થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છેજ્યારે ખુલ્લી ગટરો તેમજ ઉભરાતી ગટરો સહિત મુખ્ય માર્ગો પર ગોઠણસમા વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો પાલિકાની કરોડો રૂપિયાની પ્રી-મોન્સુન કામગીરીની પોલ ખોલતા હોય તેમ લાગી રહ્યું છે.

Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.