પુનાથી રાજસ્થાન સુધીની સાયકલ યાત્રા
સાયકલવીરો પહોંચ્યા અંકલેશ્વર
10 સાયકલ યાત્રી રામદેવપીરના કરશે દર્શન
1300 કિ.મી યાત્રા ખેડીને પહોંચશે રાજસ્થાન
સાયકલ યાત્રીઓની અતૂટ આસ્થા અને શ્રદ્ધા
મહારાષ્ટ્રના પુનાથી સાયકલ યાત્રા ખેડીને રાજસ્થાનના રામદેવપીર મંદિર દર્શન માટે જતા યાત્રીઓ અંકલેશ્વર આવી પહોંચ્યા હતા,અને પોતાની આસ્થા અને શ્રદ્ધા થકી અનેરો જોમ અને જુસ્સો દર્શાવ્યો હતો.
મહારાષ્ટ્રના પુનાથી દસ શ્રદ્ધાળુઓ સાયકલ પર રાજસ્થાનના રામદેવપીર મંદિરે દર્શન માટે નીકળ્યા હતા,પુનાથી 10 સાયકલવીરો આજરોજ અંકલેશ્વરમાં આવી પહોંચ્યા હતા.અને રામદેવપીરમાં પોતાની અનેરી શ્રદ્ધા હોવાનું જણાવ્યું હતું.આ પ્રસંગે સાયકલ યાત્રીએ જણાવ્યું હતું કે 1300 કિલોમીટરનો પ્રવાસ સાયકલ પર ખેડીને તેઓ રાજસ્થાનના રામદેવપીર મંદિરે પહોંચશે. અને આ સાયકલ યાત્રા દરમિયાન તેઓને મુશ્કેલરૂપ સમયમાં પણ તેમની આસ્થા અને શ્રદ્ધા અડગ રહી હોવાનું જણાવ્યું હતું.