અંકલેશ્વર: સ્વરછતા સર્વેક્ષણમાં નગર સેવા સદનની મોટી છલાંગ, 63 પરથી 13મો ક્રમ હાંસલ કર્યો

દેશમાં હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામો જાહેર થયા છે જેમાં અંકલેશ્વર નગર સેવા સદનનું સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. અંકલેશ્વર નગર સેવા સદને સમગ્ર દેશમાં 52મો ગુજરાત રાજ્યમાં 13 મો અને સુરત ઝોનમાં ચોથો ક્રમ હાસલ કર્યો

New Update
  • સ્વરછતા સર્વેક્ષણના પરિણામ જાહેર

  • અંકલેશ્વર નગર સેવા સદનનો સારો દેખાવ

  • સમગ્ર દેશમાં 13મો ક્રમ હાંસલ કર્યો

  • ગતવર્ષે 63માં ક્રમે રહી હતી

  • વિવિધ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરાય

દેશમાં હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં અંકલેશ્વર નગર સેવાસદનનું સારું પ્રદર્શન જોવા મળ્યું છે ગત વર્ષે તેને 63માં ક્રમે રહેલી નગરપાલિકાએ આ વર્ષે સમગ્ર રાજ્યમાં 13મો ક્રમ હાંસલ કર્યો છે.
દેશમાં હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામો જાહેર થયા છે જેમાં અંકલેશ્વર નગર સેવા સદનનું સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. અંકલેશ્વર નગર સેવા સદને સમગ્ર દેશમાં 52મો ગુજરાત રાજ્યમાં 13 મો અને સુરત ઝોનમાં ચોથો ક્રમ હાસલ કર્યો છે. ગત વર્ષે અંકલેશ્વર નગર સેવાસદનનો સમગ્ર રાજ્યમાં 63 મો ક્રમ હતો જોકે તેમાં સુધારો થઈને આ વખતે 13 મો ક્રમ પ્રાપ્ત થયો છે.અંકલેશ્વર નગર સેવા સદનને ગાર્બેજ ફ્રી સિટીમાં વન સ્ટાર મેળવ્યો છે.સ્વચ્છતા સર્વેક્ષણમાં અંક્લેશ્વરને 12,500માંથી 9,792 ગુણ પ્રાપ્ત થયાં છે.
દક્ષિણ ગુજરાતમાં 3 ગાર્બેજ ફ્રી સીટી પૈકી અંકલેશ્વરનો પણ સમાવેશ થયો છે.ભીના અને સુકા કચરાના નિકાલના મામલે પણ અંકલેશ્વર નગર સેવા સદનને 45 ટકા ગુણ મળ્યા છે.આ અંગે અંકલેશ્વર નગરના પ્રમુખ લલિતા રાજપુરોહિતે જણાવ્યું હતું કે નગરપાલિકાની ટીમ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણના વિવિધ માપદંડો સુધી પહોંચવા માટે સમયાંતરે  જનજાગૃતિ કાર્યક્રમો સાથે ટેક્નિકલ બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ડોર ટુ ડોર, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, જાહેરમાર્ગો પર સફાઈ અને સ્વરછતા અંગે લોકોની પણ સહભાગીતાના કારણે આટલી સફળતા પ્રાપ્ત થઈ છે.
Read the Next Article

અંકલેશ્વર ક્રાઇમ બ્રાન્ચે ઉમલ્લા પોલીસ સ્ટેશનના પોકસોના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ, સગીરાને મુક્ત કરાવાય

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળી હતી કે ઉમલ્લા પોલીસ મથકના પોકસોના ગુનામાં

New Update
Screenshot_2025-07-30-07-15-50-65_439a3fec0400f8974d35eed09a31f914
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળી હતી કે ઉમલ્લા પોલીસ મથકના પોકસોના ગુનામાં ફરાર આરોપી મોગલ વસાવા રહે. ડભાલ ગામ તા-ઝગડીયા જી. ભરૂચ  ભોગ બનનાર બાળકી સાથે અંક્લેશ્વર શહેર સાર્વજનીક હોસ્પીટલની બાજુમાં આત્મીય ટીફીન સર્વિસમાં  હાજર છે.જે બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપીના કબ્જામાંથી સગીરાને મુક્ત કરાવી હતી જ્યારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.