અંકલેશ્વર: APMC ખાતે ભાજપ દ્વારા જી રામ જી યોજના કાર્યશાળાનું આયોજન કરાયુ

ગ્રામીણ ગરીબો અને શ્રમિકોના આર્થિક ઉત્કર્ષ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં  ‘વિકસિત ભારત - જી રામ જી' યોજના  શરૂ કરવામાં આવી છે

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા આયોજન કરાયું

  • એપીએમસી ખાતે આયોજન

  • જીરામજી યોજના અંગે કાર્યશાળા યોજાય

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર  એપીએમસી ખાતે ભાજપ દ્વારા જી.રામ.જી યોજના અંગે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ ગરીબો અને શ્રમિકોના આર્થિક ઉત્કર્ષ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં  ‘વિકસિત ભારત - જી રામ જી' યોજના  શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં જળસુરક્ષા, ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વધુ રોજગારી અને કુદરતી આપત્તિ સામે રક્ષણ એમ ચાર મુખ્ય લક્ષ્યાંકો રાખવામાં આવ્યા છે.
ભારતીય જનતા પાર્ટી ગ્રામીણ વિસ્તારોમાં વધુને વધુ સ્થળે પહોંચી યોજના અંગે માહિતી પુરી પાડી રહ્યા છે ત્યારે અંકલેશ્વર  એપીએમસી ખાતે ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી કાર્યશાળામાં એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ,એપીએમસી પૂર્વ ચેરમેન અને ડિરેકટર કરશન પટેલ સહીત ભાજપના પદાધિકારીઓ ખેડૂતો,આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories