ભરૂચમાં પહોંચ્યા હિંમતના મુસાફર બી.વી. નારાયણ, ટ્રાફિક સલામતી અને અંગદાન અંગે ફેલાવી રહ્યા છે જાગૃતિ

બીવી નારાયણ છેલ્લા કેટલાય વર્ષોથી વિશ્વભરમાં ખાસ ડિઝાઇન કરેલી બાઈક પર યાત્રા કરી રહ્યા છે. તેમનો હેતુ યુવાનોને માર્ગ અકસ્માતોથી બચાવવા ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરિત કરવાનો છે

New Update

કર્ણાટકના બી.વી.નારાયણે અકસ્માતમાં પગ ગુમાવ્યો

ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે શરૂ કરી યાત્રા

વિશ્વના અનેક દેશોની યાત્રા કરી

બી.વી.નારાયણ ભરૂચ પહોંચ્યા

અંગદાન અંગેનો પણ આપી રહ્યા છે સંદેશ

અકસ્માતમાં એક પગ ગુમાવનાર કર્ણાટકના બેંગ્લોરના  બી.વી. નારાયણ  ટ્રાફિક સલામતીના સંદેશ સાથે ખાસ ડિઝાઇન કરેલ બાઈક પર ભરૂચમાં પહોંચ્યા હતા.
કર્ણાટકના બેંગ્લોરના રહેવાસી બી.વી. નારાયણ આજે ભરૂચ ખાતે પહોંચ્યા હતા. અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવ્યા બાદ પણ નારાયણ જીવન સામે હાર્યા નથી અને તેઓએ પોતાના દુઃખને જાગૃતિના મિશનમાં ફેરવી દીધું છે. નારાયણ છેલ્લા કેટલાય વર્ષોથી વિશ્વભરમાં ખાસ ડિઝાઇન કરેલી બાઈક પર યાત્રા કરી રહ્યા છે. તેમનો હેતુ યુવાનોને માર્ગ અકસ્માતોથી બચાવવા ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરિત કરવાનો છે, સાથે જ અંગદાન અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો છે.
આ અભિયાન અંતર્ગત નારાયણ અત્યાર સુધી ઇજિપ્ત, સુદાન, કેન્યા, તાંઝાનિયા, ઝામ્બિયા, કેમરૂન, પેરાગ્વે, બોલિવિયા, પેરુ, ઇક્વાડોર અને યુરોપ સહિત કુલ 89 દેશોની સફર પૂર્ણ કરી ચૂક્યા છે.હાલમાં તેઓ પોતાના જીવનની છેલ્લી રાઈડ પર છે, જેમાં માનવતા, ટ્રાફિક સેફ્ટી અને અંગદાનનો સંદેશ વધુને વધુ લોકોને પહોંચાડવાનો તેમનો સંકલ્પ છે.
Latest Stories