અંકલેશ્વર: સજોદ ગામે ગ્રામપંચાયતની ચૂંટણીમાં રૂપિયા વહેંચવાનો મામલો, અજાણ્યા ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

સજોદ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન દરમિયાન પૈસા વહેંચવાનો વિડીયો વાયરલ થયો હતો.જે મામલે તાલુકા વિકાસ અધિકારી હિરેનકુમાર બારોટ દ્વારા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

New Update
Sajod village
અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન દરમિયાન પૈસા વહેંચવાના વાયરલ વિડીયો મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ ગતરોજ અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન દરમિયાન પૈસા વહેંચવાનો વિડીયો વાયરલ થયો હતો.જે મામલે તાલુકા વિકાસ અધિકારી હિરેનકુમાર બારોટ દ્વારા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદ અનુસાર એક અજાણ્યો ઇસમ ત્રણથી ચાર લોકોને પૈસા કે પછી કોઈ કાગળ કે પ્લેમફ્લેટ કે કાર્ડ વિતરણ કરતા નજરે પડી રહ્યો છે.જેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories