ચાલ જીવી લઈએ: અંકલેશ્વરમાં યોગ સાધક બહેનો માટે ગુજરાતી ફિલ્મનો વિશેષ શો યોજાયો

અંકલેશ્વર શહેરની રાજહંસ સિનેમા ખાતે ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઈએના વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 272 જેટલી યોગ સાધક બહેનો ઉપસ્થિત રહી હતી

New Update
chal jivi laiye
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ સાધક બહેનો માટે ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઈએ'નો વિશેષ શો યોજાયો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ અશોક ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેરની રાજહંસ સિનેમા ખાતે ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઈએના વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 272 જેટલી યોગ સાધક બહેનો ઉપસ્થિત રહી હતી. આ ચલચિત્ર નિહાળીને દર્શક બહેનોએ ગંભીર બીમારીમાં પણ હિંમત અને ધૈર્ય સાથે કેવી રીતે જીવી શકાય તેની પ્રેરણા મેળવી ખુશી વ્યક્ત કરી હતી. આ સેવાકાર્યના પ્રસંગને સફળ બનાવવા માટે યોગ શિક્ષક શિતલ પટેલ, ફાલ્ગુની પટેલ, રશ્મિ વઘાસીયા સહિત મોટી સંખ્યામાં યોગ સાધક બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.