અંકલેશ્વર: DPMC ફાયર સ્ટેશનની કલેકટર ગૌરાંગ મકવાણાએ લીધી મુલાકાત

કલેક્ટરે ફાયર સ્ટેશનમાં ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા અંગે માહિતી મેળવી હતી અને આધુનિક ટેક્નોલોજી આધારિત સાધનો વધુ વિકસાવવા માટે પ્રોત્સાહન આપ્યું

New Update
  • ભરૂચ કલેક્ટરની મુલાકાત

  • ગૌરાંગ મકવાણાએ મુલાકાત લીધી

  • અંકલેશ્વર ડીપીએમસી ફાયર સ્ટેશનની મુલાકાત

  • સાધનોનું કર્યું નિરીક્ષણ, જરૂરી સૂચનાઓ આપી

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ડીપીએમસી ફાયર સ્ટેશનની કલેકટર ગૌરાંગ મકવાણાએ મુલાકાત લીધી હતી. અંકલેશ્વર ઉદ્યોગિક વસાહતમાં આવેલ DMPC ફાયર સ્ટેશનની જીલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન અંકલેશ્વર, પાનોલી તેમજ આસપાસના ઉદ્યોગોમાં આગ જેવી આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ઉપયોગમાં લેવાતા ફાયર ફાઈટિંગ સાધનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
કલેક્ટરે ફાયર સ્ટેશનમાં ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા અંગે માહિતી મેળવી હતી અને આધુનિક ટેક્નોલોજી આધારિત સાધનો વધુ વિકસાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઉદ્યોગિક વિસ્તારોની સુરક્ષા માટે જરૂરી સાધનો વિકસાવવા સરકાર તરફથી પૂરતી સહાય આપવામાં આવશે.આ મુલાકાત દરમિયાન અંકલેશ્વર પ્રાંત અધિકારી બી.એ. જાડેજા, મામલતદાર કિરણસિંહ રાજપૂત તેમજ DMPCના અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories