ભરૂચ: ભોલાવ વિસ્તારમાં રૂ.80 લાખના ખર્ચે કોમ્યુનિટી હોલનું કરાશે નિર્માણ, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત

ભોલાવ ગામમાં ગામ લોકોને સામાજિક અને જાહેર કાર્યક્રમો માટે સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર અંદાજિત 80 લાખ રૂપિયાના ખર્ચે કોમ્યુનિટી હોલનું નિર્માણ થવા જઈ રહ્યું છે

New Update
  • ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

  • ભોલાવ વિસ્તારમાં આયોજન

  • ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

  • કોમ્યુનિટી હોલનું થશે નિર્માણ

  • રૂ.80 લાખનો કરવામાં આવશે ખર્ચ

ભરૂચના ભોલાવ વિસ્તારમાં રૂ.80 લાખના ખર્ચે નિર્માણ પામનાર કોમ્યુનિટી હોલનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના ભોલાવ ગામમાં ગામ લોકોને સામાજિક અને જાહેર કાર્યક્રમો માટે સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર અંદાજિત 80 લાખ રૂપિયાના ખર્ચે કોમ્યુનિટી હોલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત ભરૂચના  ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
નર્મદા કોલોની સામે અને હરિકૃષ્ણ સોસાયટીની બાજુમાં આવેલ સ્થળે આ કોમ્યુનિટી હોલનું નિર્માણ થવાનું છે, જે ભવિષ્યમાં ગામના વિવિધ સામાજિક, સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમો માટે ઉપયોગી સાબિત થશે.આ કોમ્યુનિટી હોલના નિર્માણ માટે સાંસદ, જિલ્લા પંચાયત તેમજ ધારાસભ્યની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવનાર છે.
હોલનું નિર્માણ પૂર્ણ થયા બાદ તેની જાળવણી, સંચાલન અને મેન્ટેનન્સ સહિતની તમામ જવાબદારી ભોલાવ ગ્રામ પંચાયત હસ્તક રહેશે. ગામમાં આ પ્રકારની સુવિધા ઉભી થતા ગામલોકોને લગ્ન પ્રસંગ, સામાજિક બેઠક, કાર્યક્રમો અને અન્ય જાહેર કાર્યક્રમો માટે યોગ્ય સ્થળ ઉપલબ્ધ થશે.આ ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભાજપના આગેવાન નિરલ પટેલ, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ યુવરાજસિંહ પરમાર, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories