New Update
અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવમાં વિવાદ
પંડાલમાં ડાન્સરો બોલાવી અશ્લિલ ડાન્સ રજૂ કરાયો
ગણેશ સમિતિએ વિરોધ વ્યક્ત કર્યો
જીઆઇડીસી પોલીસને કરવામાં આવી રજુઆત
અંકલેશ્વરમાં ગણેશ પંડાલમાં અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ થતા ગણેશ સમિતિએ જીઆઇડીસી પોલીસને રજુઆત કરી કાર્યવાહીની માગ કરી છે. અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં આવેલ એક ગણપતિ પંડાલમાં અશ્લીલતાની હદ વટાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં પંડાલની બહાર ડાન્સર બોલાવી અશ્લીલ ડાન્સ કરાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેના પગલે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચતા સમાજમાં ભારે નારાજગી ફેલાઈ છે.
ગણેશ સમિતિના આગેવાનોએ આ ઘટનાને લઇને ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે અને ધાર્મિક કાર્યક્રમોમાં આવી અશોભનિય પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.આ સંદર્ભે અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ગણેશ સમિતિ દ્વારા લેખિત અરજી કરવામાં આવી છે. જેમાં મંડળોના જવાબદાર આગેવાનોની ઓળખ કરી, તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્પષ્ટ માગણી કરવામાં આવી છે.
ધાર્મિક કાર્યક્રમોમાં અશ્લીલતા ફેલાવવાના કૃત્યો માત્ર સમાજના મૂલ્યોને ઠેસ પહોંચાડે છે એટલું જ નહીં, પરંતુ યુવાનોને પણ ખોટી દિશામાં દોરી શકે છે. તેથી તંત્રએ સખ્તાઈથી પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઊઠી રહી છે.
Latest Stories