ગ્રામ પંચાયતના સરપંચ પદનો મામલો
હરીફ ઉમેદવાર દ્વારા કરવામાં આવી હતી પિટિશન
કોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરાઈ હતી
સરપંચે પહેલા લગ્ન છુપાવ્યા હોવાનો હતો આક્ષેપ
કોર્ટે ઇલેક્શન પિટિશન રદ કરતો કર્યો હુકમ
ભરૂચના ઝાડેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ સામે થયેલ ઇલેક્શન પિટિશન કોર્ટ દ્વારા રદ કરી હતી,પિટિશન ર દ્વારા સરપંચ સામે પહેલા લગ્ન હયાત હોવા છતાં છુપાવ્યા હોવાના આક્ષેપ સાથે ચૂંટણી રદ કરવાની માંગ કરવામાં આવી હતી.
ભરૂચના ઝાડેશ્વર ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ કબીર વસાવા સામે કરવામાં આવેલ ઇલેક્શન પિટિશન કોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી.અને તેઓને સરપંચ તરીકે યથાવત રાખવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવતા સમર્થકોમાં ખુશી વ્યાપી ગઈ હતી.ઝાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણી જૂન 2025માં યોજાઈ હતી.જેમાં રસાકસી ભર્યા જંગમાં કબીર વસાવા સરપંચ તરીકે વિજેતા થયા હતા.જોકે આ પરિણામથી નારાજ થઈ પરાજીત ઉમેદવાર રણજીત વસાવા ભરૂચ કોર્ટમાં સરપંચની ચૂંટણી રદ કરવાની માંગ સાથે ઇલેક્શન પિટિશન દાખલ કરી હતી.જેમાં સરપંચ પદના વિજેતા કબીર વસાવાએ તેઓના પ્રથમ લગ્ન હયાત હોવા છતાં છુપાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ કેસમાં કોર્ટે બંને પક્ષોના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લેવા સાથે દલીલોના આધારે રણજીત વસાવાની ઇલેક્શન પિટિશન રદ કરી કબીર વસાવાને સરપંચ તરીકે યથાવત રાખવાનો હુકમ કર્યો હતો.જેના કારણે કબીર વસાવાના સમર્થકોએ આતશબાજી સાથે ઉજવણી કરી ખુશી વ્યક્ત કરી હતી.