અંકલેશ્વરમાં ખાનગી ટ્રાવેલ્સના બસના ચાલકને કોર્ટે એક વર્ષની સખ્ત કેદની સજા ફટકારી

અંકલેશ્વરમાં ખાનગી  ટ્રાવેલ્સની બસના ચાલકે વાલિયા જવા માટે કોસમડી પાસે ઉભેલા બે શખ્સોએ  હાથ કરતા બસ ઉભી રાખી હતી. 

New Update
Ank court

અંકલેશ્વરમાં ખાનગી  ટ્રાવેલ્સની બસના ચાલકે વાલિયા જવા માટે કોસમડી પાસે ઉભેલા બે શખ્સોએ  હાથ કરતા બસ ઉભી રાખી હતી. 

અને બંને શખ્સો બસમાં ચઢ્યા બાદ ચાલકે ખાનગી બસ હોવાનું કહી બંને સાથે ઝઘડો કરી  એક શખ્સના માથામાં ફાયર સેફટીની બોટલ મારી હતી.અને બીજા શખ્સને બસ માંથી ફેંકી દેતા તેને  ગંભીર ઇજા સાથે બ્રેન હેમરેજ થયું હતું.  ત્યારે આ કેસમાં કોર્ટે બસ ચાલકને એક વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો.

અંકલેશ્વરના કોસમડી ગામ પાસે ગત 29 માર્ચ 2021 ના રોજ બપોર ના અરસામાં  મનીષ વિરેન્દ્ર ગીરી  અને તેના મિત્ર વિકાસ સિંગ સેંગર વાલિયા જવા માટે બસ સ્ટેન્ડ પાસે  ઉભા હતા.  તે દરમિયાન જમાદાર ટ્રાન્સપોર્ટની બસ ત્યાંથી પસાર થતી હતી.તેઓએ  હાથ બતાવતા તે બસ ઉભી રહી હતી. બંને મિત્રો બસમાં  ચડતા બસ ચાલક દશરથસિંહ  બહાદુરસિંહ સિધ્ધા ને  કહ્યું કે ઇમરજન્સી  કામ છે. જે સાંભળી બસ ચાલક દશરથસિંહ સિધ્ધાએ બસ કંપનીની છે તમે ઉતરી જાવ કહી  ગાળો બોલતા બંને મિત્રોએ ગાળો બોલવાની ના પાડતા જ  બસ ચાલક દશરથસિંહ સિધ્ધા ઉશ્કેરાઈ ગયો હતો. અને ફાયર સેફટીની બોટલ મનીષ વિરેન્દ્ર ગીરી માથામાં મારી દીધી હતી. તો વિકાસસિંગ સેંગરને પણ  બોટલ મારતા આંખની બાજુમાં ઇજા સાથે બસ માંથી નીચે પડી ગયો હતો. બંને ને ગંભીર ઇજા સાથે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે મનીષ વિરેન્દ્ર ગીરીએ  પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ હતી. જે કેશ અંકલેશ્વરના નામદાર બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જી.એસ.દરજીની કોર્ટમાં ચાલી ગયો હતો.આ કેસમાં  સરકારી વકીલ શિલ્પાબેન પટેલ એ  વિવિધ પુરાવા  તેમજ ધારદાર દલીલ રજૂ કરી હતી.

બસ માંથી નીચે પડેલા વિકાસસિંગ સેંગરને માથામાં ગંભીર ઈજાને પગલે બ્રેન હેમરેજ પણ થયું હતું. સૂંઘવાની શક્તિ પણ ગુમાવી હતી. જે અંગે પણ જરૂરી દલીલ કરી હતી. જે તમામ દલીલ ને ગ્રાહ્ય રાખી નામદાર  બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જી.એસ.દરજી સાહેબે  એક વર્ષની સખ્ત કેદ અને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમજ અન્ય ઈ.પી.કો કલમ માં વધુ માસની દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો હતો.

સજા કરતા પહેલા કોર્ટ દ્વારા પ્રિવેન્શન ઓફિસર નો રિપોર્ટ પણ  મંગાવ્યો હતો. જે અંગે પણ સરકારી વકીલ શિલ્પાબેન પટેલ એ  ઇજા અંગેની દલીલ કરી હતી અને નજીવી બાબતે આક્રમક વલણ દાખવ્યું હતું. જેની સમાજમાં દાખલો બેસે તે માટે કરવામાં આવેલ દલીલને ધ્યાનમાં રાખી પ્રિવેંશનની અરજીને ગ્રાહ્ય ન રાખી સજાનો હુકમ કર્યો હતો. 

Latest Stories