ભરૂચ: દુધધારા ડેરીની ચૂંટણીમાં નવો ટ્વીસ્ટ, પ્રકાશ દેસાઈની સામેના ઉમેદવાર દિપક પાદરિયાએ ફોર્મ પરત ખેંચ્યું

દૂધધારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની રસાકસી ભરેલ ચૂંટણીમાં એક બેઠક બિનહરીફ થઈ છે. ઝઘડિયાની ઉમલ્લા બેઠકના ઉમેદવાર પ્રકાશ દેસાઈ સામેના ઉમેદવાર દીપક પાદરીયાએ ફોર્મ પરત ખેંચ્યું

New Update
dudhdhara Dairy Election
ભરૂચની દૂધધારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની રસાકસી ભરેલ ચૂંટણીમાં એક બેઠક બિનહરીફ થઈ છે. ઝઘડિયાની ઉમલ્લા બેઠકના ઉમેદવાર પ્રકાશ દેસાઈ સામેના ઉમેદવાર દીપક પાદરીયાએ ફોર્મ પરત ખેંચ્યું છે.પ્રકાશ દેસાઈને ભાજપાએ મેન્ડેટ આપ્યો છે ત્યારે તેમની સામેના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું છે.
કુલ ૧૫ બેઠકમાં ઘનશ્યામ પટેલના ૧૨ અને અરૂણસિંહ રણાના ૩ ઉમેદવારોને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મેન્ડેટ આપ્યો છે. ૧૫ બેઠકનોની ચૂંટણીમાં ધારાસભ્યઅરૂણસિંહ રણા અને નર્મદા જિલ્લા પૂર્વ ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ આમને સામને છે.આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે 24 કલાકમાં જ દૂધધારા ડેરીની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.
Latest Stories