New Update
/connect-gujarat/media/media_files/2026/02/16/bharuch-ankleshwar-urban-development-authority-2026-02-16-18-58-40.jpg)
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ (બૌડા) ના ચેરમેન અને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૩૧મી બોર્ડ બેઠકમાં ભરૂચના શહેરી વિસ્તારના વિકાસ માટે અનેક મહત્વના અને ભવિષ્યલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં નગરજનોની સુખાકારી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે કુલ રૂ.૩૩ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.સરકાર દ્વારા મંજૂર કરાયેલ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. ૧૭સી (તવરા) અંતર્ગત નગર રચના અધિકારીને આયોજનલક્ષી સૂચનાઓ આપવાની મંજૂરી અપાઈ છે.
આ સ્કીમ હેઠળ ૨૮.૩૪ હેક્ટર જમીનમા..
* આર્થિક નબળા વર્ગ (EWS) ના લોકો માટે આવાસ.
* સાર્વજનિક બાગ-બગીચા અને મનોરંજનના સ્થળો.
* સામાજિક માળખાગત સુવિધાઓ માટે પ્લોટ્સ ફાળવવામાં આવશે.
* ઉમરાજ અને નંદેલાવમાં નવી ૩ ટી.પી. સ્કીમનો ઇરાદો
શહેરના વિસ્તારને વધારવા અને સુઆયોજિત ડેવલપમેન્ટ માટે ઉમરાજ અને નંદેલાવની ૩૨૩.૮૮ હેક્ટર જમીનમાં કુલ ૩ મુસદ્દારૂપ નગર રચના યોજના (TP Scheme) બનાવવાનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ભવિષ્યમાં આ વિસ્તારોમાં રસ્તા, ડ્રેનેજ અને લાઈટિંગ જેવી પ્રાથમિક સુવિધાઓનું આયોજન સરળ બનશે.
ટ્રાફિકની સમસ્યા હળવી કરવા નવા રોડના નિર્માણની મંજૂરી:-
*ઉમરાજ વિસ્તાર: તુલસી હોમ્સ થી ૬૦.૦૦ મીટર ડી.પી. રોડ સુધીનો ૨.૬૩ કિ.મી. લાંબો રોડ.
* તવરા વિસ્તાર: શ્રીજી પ્રવેશ બંગલોઝની બાજુમાંથી પસાર થતો અને ઝનોર-શુકલતીર્થ-તવરા રસ્તાને જોડતો ૧૮.૦૦ મીટર પહોળાઈનો ટી.પી. રોડ.
*નર્મદા મૈયા બ્રીજ નીચે આવેલ બૌડા સર્કલ થી શીતલ સર્કલ સુધીના રીપેરીંગ અને રીનોવેશનની કામગીરી.
*માતરીયા તળાવ ગાર્ડનમાં આવેલ સ્કેટીંગ રીંગ, કંપાઉંડ વોલ, પેવર બ્લોક તથા અન્ય રીપેરીંગની કામગીરી.