DFPCL વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 1000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું

DFPCL પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી અને ટકાઉ વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આવી ઝુંબેશો દ્વારા ગ્રીન ઇન્ડસ્ટ્રી અને સમૃદ્ધ ભવિષ્ય માટે કાર્યરત છે.

New Update
Deepak Fertilizer

દીપક ફર્ટિલાઇઝર એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લી.(DFPCL) દ્વારા તારીખ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દહેજ ખાતે 1,000થી વધુ વૃક્ષોનાં રોપણની વિશાળ ઝુંબેશ સફળતાપૂર્વક યોજાઈ હતી.આ પહેલનો મુખ્ય હેતુ સ્થાનિક સમુદાયમાં પર્યાવરણીય જાગૃતિ ફેલાવવી અને આસપાસના વિસ્તારોમાં હરિયાળી વધારવાનો છે.

આ કાર્યક્રમમાં DFPCLના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અરુણ અગ્રવાલ સહિત કંપનીના પ્રતિષ્ઠિત કર્મચારીઓએ ભાગ લીધો હતો. રોપણ ઝુંબેશ દહેજ અને આસપાસના વિસ્તારોમાં પર્યાવરણ સંરક્ષણ તથા જૈવ વિવિધતાના મહત્વને ઉજાગર કરે છે અને આ સાથે ગ્રીન બેલ્ટનો વિકાસ કરવાની દિશામાં પણ પગલા લેવામાં આવ્યા છે.

DFPCL પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી અને ટકાઉ વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આવી ઝુંબેશો દ્વારા ગ્રીન ઇન્ડસ્ટ્રી અને સમૃદ્ધ ભવિષ્ય માટે કાર્યરત છે. આ પહેલ દ્વારા દહેજ વિસ્તાર વધુ હરિયાળુ અને સ્વચ્છ બનશે. DFPCLનો આ પર્યાવરણીય અભિયાન સામાજિક જવાબદારી અને પર્યાવરણ સંરક્ષણની દૃઢ નિશાની છે.

Latest Stories