અંકલેશ્વર: મોતાલી ગામ નજીક ધનગર પાલ એકીકરણ સ્નેહમિલન સંમેલન યોજાયું

અંકલેશ્વરના મોતાલી ગામ પાસે ગણેશ રો હાઉસ ખાતે  ધનગર પાલ એકીકરણ સ્નેહ સંમેલન યોજાયું હતું.જેમાં રાષ્ટ્રીય ધનગર મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.ધનગર વિશેષ ઉપસ્થિત રહ્યા

New Update
J.P. Dhanagar
અહલ્યા આર્મી પાલ ,ધનગર અને બધેલ સમાજ  અંકલેશ્વર ભરૂચ દ્વારા અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામ પાસે આવેલશ્રી ગણેશ રો હાઉસ ખાતે રાષ્ટ્રીય મહાસભા અને અહલ્યાબાઈ  હોલકર દ્વારા ધનગર પાલ એકીકરણ સ્નેહ સંમેલનનું આયોજન  કરવામાં આવ્યું હતું.આ સંમેલનમાં  રાષ્ટ્રીય ધનગર મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.ધનગર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

JP Dhanagar

આ સ્નેહ સંમેલનમાં રાષ્ટ્રીય ધનગર મહાસભા ગુજરાતના અધ્યક્ષ રામચંદ્ર ધનગર,આચાર્ય વિજય બહાદુર ધનગર ,મહામંત્રી મનોજપાલ ધનગર ,ઉપાધ્યક્ષ લાલબહાદુર ધનગરસહીતના આગેવાનો અને સમાજમાં સભ્યો ઉપસ્થિત રહયા હતા .આ સ્નેહ સંમેલનમાં ગુજરાત સરકાર પાસે ધનગર પ્રમાણપત્રની માંગ કરી હતી સાથે ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
Latest Stories